શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન

શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન

શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન
શ્રી રામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત, 
શ્રી રામ આશરા ધણીધર આર્ટસ કોલેજ, તખતપુરા (ઢીમા) ખાતે તારીખ 17/1 /2026 ના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેના મુખ્ય ત્રણ વિષય હતા.(1)AI (કૃત્રિમ બુદ્ધિ),(2) રોજગારના અસરો અને (3) નારી સશક્તિકરણ.
આ સેમિનાર કોલેજના પ્રમુખશ્રી મહામંડલેશ્વર મહંતશ્રી જાનકીદાસજી બાપુના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રો.ડૉ. શેષકરણજી ચારણ સાહેબ (સરકારી વિનિયન કોલેજ થરાદ) અને પ્રો.તુલસીબેન કાપડી તથા વિશેષ અતિથિ તરીકે ભૂરાજી રાઠોડ ટડાવ અને રમેશભાઈ માળી સાહેબ હાજરી આપેલ આ સેમિનારનું સંપૂર્ણ આયોજન અને સંચાલન પ્રો.સંધ્યાબેન શર્મા  કોલેજના ઇંચાર્જ આચાર્યશ્રી સંજયભાઈ બારોટ અને ઉમાજી વર્ધાજી પટેલે કર્યો હતો. 
આ સેમિનારમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ઢીમા હાઇસ્કુલ શિક્ષકો અને વાલીગણ તથા આગેવાનો હાજર રહ્યાં હતા.
ત્રણેય સેશનમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
કાર્યક્રમના અંતે અલ્પાહાર કરીને બધા છૂટા પડ્યા હતા.