About Us
શ્રીરામ આશરા ધરણીધર આર્ટસ કોલેજ તમારું હાર્દિક સ્વાગત કરે છે. આ કોલેજ ગુજરાત રાજ્યના છેલ્લા ગામમાં એટલે કે વાવ તાલુકાનું તખતપૂરા (ઢીમા) ગામમાં આવેલી છે.
ઢીમા ધરણીધર ભગવાન નું ધામ અતિ પ્રાચીન ધામ છે. અહીંયા મોટા ભાગે મજૂરી કરીને પેટ ગુજારો કરનાર વર્ગ વધારે રહેલો છે.
કહીએ તો ખેડૂતો જે પોતાના બાળકોને ભણાવવા માટે દૂર દૂર સુધી મુકવા પડતા હોય છે. અને આજના યુગમાં કોલેજોની ફીશ અને હોસ્ટેલની ફીશ મજૂરી કરીને પૂરી કરી શકાય એમ નથી.
એટલે આ વિસ્તારમાં બહુ ઓછા બાળકો આગળ સુધી અભ્યાસ કરી શકે છે. ખાસ તો દીકરીઓ માટે જેમને આગળ સુધી અભ્યાસ કરવું છે. તેમને આ કોલેજ ખૂબ જ આશીર્વાદરૂપ છે.
આપ સૌ ના સાથ સહયોગથી આ કોલેજ વિશાળ વટ વૃક્ષ બનવા જઈ રહ્યું છે.
હેમચંદ્રાચાર્ય પાટણ યુનિવર્સિટી ના કુલપતિ સાહેબને આપણે ખૂબ ધન્યવાદ કહી શકીએ. જેમને આપણા અહીં વેદના ની વાંચાને પોતાની સમજી અને આપણને કોલેજની માન્યતા આપી છે. તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
આવો આપણે બધા સાથે મળી આપણા બાળકોના ભવિષ્યને ઉજવળ બનાવીએ. આવનાર પેઢીને સંસ્કારી અને શિક્ષણથી સજ્જ બનાવીએ.