Shree Ram Ashara Dharanidhar Dhima

Shree Ram Ashara Dharanidhar Dhima

શ્રી રામઆશરા ધરણીધર આર્ટસ કોલેજ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આ કોલેજ ગુજરાત રાજ્યના છેવાડાના ગામમાં એટલે કે વાવ તાલુકાનું તખતપૂરા (ઢીમા) ગામમાં આવેલી છે.
ઢીમા ધરણીધર ભગવાનનું ધામ અતિ પ્રાચીન ધામ છે. અહિયાં મોટા ભાગના લોકો ખેતમજુરી કરીને પેટ ગુજારો કરનાર વર્ગ વધારે રહેલો છે. ખેડૂતોને પોતાના બાળકોને અભ્યાસ અર્થે દુર દુર સુધી મુકવા પડતા હોય છે. અને આજના સમયમાં કોલેજોની ફી અને હોસ્ટેલની ફી મજુરી કરીને પૂરી કરી શકાય એમ નથી. એટલા માટે આ વિસ્તારના બાળકો આગળ સુધી અભ્યાસ કરી શકતા નથી.
ખાસ તો દીકરીઓને જેમણે આગળ સુધી અભ્યાસ કરાવવો છે. તેમને આ કોલેજ ખુબ જ આશીર્વાદ રૂપ છે. આપ સૌના સાથ સહયોગથી આ કોલેજ વિશાળ વટ વ્રુક્ષ બનવા જઈ છે.
હેમચંદ્વાચાર્ય પાટણ ઉ.ગુ. યુનિવસિટીના કુલગતિ સાહેબને આપણે ખુબ ધન્યવાદ આપીએ. જેમણે આપણા વિસ્તારની વેદનાને પોતાની સમજી અને આપણને કોલેજની માન્યતા આવી છે. એમને ખુબ ખુબ આભાર માનીએ છીએ. આવો આપણે બધા સાથે મળી આપણા બાળકોના ભવિષ્યને ઉજ્વળ બનાવીએ. આવનાર પેઢીને સંસ્કારી અને શિક્ષણથી સજ્જ બનાવીએ.